વડાલી તાલુકાના મેધ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો.
વડાલી તાલુકાના મેધ ગામમાં છેલ્લાં ઘણા વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના બોગસ ડોકટરને ગાંધીનગર આરોગ્ય વિભાગ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરી ઝડપી ઝેલ હવાલે કરાયો છે.
ઇડર ટી એચ ઓ ડો.ધ્રુવ પટેલનો ફોન આવ્યો હતો કે મેધ ગામમાં બોગસ પ્રેક્ટિસ કરતા અબ્દુલ પઠાણ ને ત્યાં તપાસ ચાલુ છે જેથી તમે મેધ ગામે આવી જાવ ત્યારે મેડિકલ ટિમ સાથે મેધ ગામે ગયા હતા તેમજ મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ ન કર્યા હતા દવાખાના ઉપર કોઈ બોર્ડ લાગેલું ન હતું તપાસ કરતા એલોપેથીક દવા મળી આવી હતી જે દવા જપ્ત કરી સીલ કરીને ડિગ્રી વગરના બોગસ ડોક્ટર અબ્દુલ પઠાણ પાસે અલોપેથીક દવાઓ મળી આવી હતી જેની સામે વડાલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ જણાવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891