આજ રોજ તા : 27-06-2024(ગુરૂવાર) ના રોજ અમારી શાળા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનાર મા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નગર પાલિકા કોડીનાર ના પૂર્વ પ્રમુખ શ્રીશીવાભાઈ સોલંકી, ચીફ ઓફીસર શ્રી વી. સી. રાઠોડ સાહેબ, શાળા ના આચાર્યા શ્રીમતી નિમુબેન ચાવડા, સી. આર. સી. શ્રી નિલેશભાઈ બારડ, મ. શિ. શ્રી જયુભા પરમાર,નગર પાલિકા ના સદસ્ય નારણભાઇ બારડ તથા પ્રકાશભાઈ ડોડીયા,ફિયોના સ્કૂલ માંથી રિકીતાબેન ઝણકાટ, શિવમ મેડિકલ એજેંસી માંથી ભગીરથભાઈ દાહિમા અને શાળા નો સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા. આ વર્ષે શાળામાં ધોરણ : 9 અને ધોરણ : 11 મા 600 દિકરીઓએ પ્રવેશ મેળવ્યો . બોર્ડ પરીક્ષા,સ્પર્ધાત્મક પરીક્ષા, રમત – ગમ્મત અને દિવ્યાંગ દિકરીઓને ભેટ આપીને આ કાર્યકમ મા સમ્માનિત કરવા આવી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ