ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની -૨૧ મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ યોજાયો
તલોદ તાલુકાના જવાનપુરા, નાની સિહોલી અને લાલાની મુવાડી પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જવાનપુરા, નાની સિહોલી અને લાલાની મુવાડી પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે. આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને ઉમેર્યું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. કન્યા કેળવણી માટે નમો લક્ષ્મી યોજના અને તમામ વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના નો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કર્યું હતુ.
આ પ્રસંગે ગામના સરપંચશ્રીઓ, બંને શાળાના આચાર્યો, સ્ટાફ સહિત વાલીઓ, ગ્રામજનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891