હિંમતનગર શહેરમાં મોતીપુરા ખાતે મોતીપુરા અને કાંકણોલ કંપાની પ્રાથમિક શાળામા માનનીય ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી.
જેમાં કનુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખશ્રી વાસુદેવભાઈ રાવલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ ભાટીની પ્રોત્સાહક ઉપસ્થિત રહી. સૌએ બાળકોનો ઉત્સાહ વધારી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી યતિનબેન મોદી, લાયઝન અધિકારીશ્રી રતિલાલ ડાભી, દિલીપભાઈ પટેલ, હેતલબેન, સી.આર.સી ધર્મિષ્ઠાબેન અને મહામંત્રી રાજેન્દ્રસિંહ પઢિયાર તેમજ અન્ય મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા. આજે મોતીપુરા વિસ્તારની આંગણવાડીમાં 4, બાલવાટિકામાં 24, ધોરણ-1 મા 24, તેમજ કાંકનોલ કંપા વિસ્તારમાં આંગણવાડીમાં 2, બાલવાટિકામાં 7, ધોરણ-1 મા 17 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ આપી બાળકોનું અભિવાદન કર્યું. 100% નામાંકન માટે સૌને આહ્વાન કર્યું. કોમ્પ્યુટર લેબનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. અને અંતમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891