હિંમતનગર ખાતે LIC ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ વહીવટી અધિકારી અરવિંદભાઈ પટેલ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
ભારતીય જીવન વીમા નિગમ હિંમતનગરમાં વરિષ્ઠ વહીવટી અધિકારી પદે કાર્યરત માન્ય શ્રી અરવિંદભાઈ પટેલનો વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.
જેના અધ્યક્ષ પદે એલ.આઇ.સી ના નિવૃત્ત વરિષ્ઠ પ્રબંધક માનનીય રમણભાઈ કે. સોની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરવિંદભાઈ આર પટેલને સન્માનપત્ર. શાલ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ તેમની સમગ્ર કારકિર્દીમાં તેમને કરેલી અમૂલ્ય અવિરત સેવાઓની સરાહનીય નોંધ લેવામાં આવી હતી. જેમ કે કોરોના સમયમાં મૃતકોની તત્કાલ વીમા રાશિ સહાયભૂત કરવામાં ખૂબ મુદા સેવા પૂરી પાડી હતી. સાથોસાથ વીમા ધારકોને પાકતી મુદતની તેમજ તેમના પ્રીમિયમ કે અન્ય કામગીરીઓની જે સેવાઓ હસ્તે મુખે પૂરી પાડી તેને સૌ એજન્ટ મિત્રો અને વીમાધારકોએ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. આવનારા દિવસોમાં અરવિંદભાઈ પટેલનું શેષ જીવન દીર્ધાયુ નિરામય અને સમાજની સેવા કરતા પસાર થાય એવી સૌ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. અરવિંદભાઈ પટેલે પોતાના સન્માનના પ્રતિસાદમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારની એલ આઈ સી ને લગતી તેમજ સમાજ સેવા માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે. અને જીવન અસ્તિત્વને સાર્થક કરશે. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ એલ.આઇ.સી.ના પદ અધિકારીઓ અને એજન્ટ મિત્રો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891