વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા લર્નિંગ લાઇસન્સમાં ફેરફાર કરવામાં આવ્યા
વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા લર્નિંગ લાયસન્સ ઇશ્યૂ કરવા માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના નિયમોમાં તારીખ 1/ 7/ 2024 ના રોજ ફેરફાર કરવામાં આવ્યા
પહેલા ગ્રાહકને લર્નિંગ લાયસન્સ ની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી લર્નિંગ લાઇસન્સ મળતું હતું જે સંદર્ભે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તારીખ 1/ 7 /2024 ના પરિપત્ર મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 ના નિયમ 11 (4) અનુસાર હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી લર્નિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવશે
આ બાબતની જાણ લર્નિંગ લાયસન્સ ની કામગીરી કરતી તાબાની દરેક કચેરીઓમાં પત્રથી જાણ કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 99998340891