Wednesday, December 25, 2024

થરાદ એબીવીપી દ્વારા વિદ્યાર્થી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

થરાદ એબીવીપી દ્વારા વિદ્યાર્થી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ભાપડી માધ્યમિક શાળામાં કરાઈ વિદ્યાર્થી દિવસની ઉજવણી.

 

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓ માટે કાર્ય કરતું સંગઠન છે જેની સ્થાપના 9 જુલાઈ 1949 ના રોજ કરવામાં આવી હતી જેના 75 વર્ષ પૂર્ણ થઈ 76 માં વર્ષ પ્રવેશ કર્યો છે ત્યારે આ નિમિતે થરાદની ભાપડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વકતૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 12 બાળકોએ ભાગ લીધો હતો અને રાષ્ટ્ર હિતમાં યુવાઓની ભૂમિકા તેમજ સ્વામી વિવેકાનંદ વિષય પર વકતૃત્વ રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો બંને વિષય પર 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા અને ત્રણે નંબર લાવનાર ને પ્રમાણપત્ર અને બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાગ સંયોજક અને થરાદ નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ),અરવિંદભાઈ પુરોહિત, વિશાલપુરી ગૌસ્વામી,જગદીશભાઈ બ્રાહ્મણ સહિત એબીવીપી થરાદ શાખાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા કાર્યકર્તાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ એબીવીપી વિશે માર્ગદર્શન અરવિંદભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં યુવાઓને માર્ગદર્શન રાજેશભાઈ જોષી(નાનોલ) દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ ની આભારવિધિ વિશાલપુરી દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના ઇન્ચા.આચાર્ય દશરથભાઈ દરજી અને શાળા પરિવાર નો થરાદ એબીવીપી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores