ખેડબ્રહ્મા તાલુકાના કંથાપુરા ગામમાં સામાજિક સુરક્ષા શિબિર નું આયોજન કરવામાં આવ્યું
ખેડૂત શ્રમિક સહાયતા અને સંદર્ભ કેન્દ્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ નવીન આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વિવિધ પેન્શન ના લાભ થી વંચિત લોકો માટે ખેડબ્રહ્મા તાલુકાના કંથાપુરા ગામમાં સામાજિક સુરક્ષા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં સંસ્થા દ્વારા એક ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો તેમાં 100 થી વધુ લોકો મુખ્ય ડોક્યુમેન્ટ આધારકાર્ડ જ નથી વિધવા પેન્શન વિકલાંગ પેન્શન વૃદ્ધ પેન્શન જાતિના દાખલા માટે વગેરે સરકારી યોજનાઓથી વંચિત હતા તો સંસ્થા દ્વારા તારીખ 25 7 2024 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300 થી વધુ લોકોએ લાભ લીધો અને વિવિધ યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા હતા. 40 નવા આધાર કાર્ડ બનાવ્યા સાથે જ અપડેટ પણ કરાવ્યા હતા. નવા ચૂંટણી કાર્ડ વિધવા પેન્શન જાતિના દાખલા ના ફોર્મ ભરવામાં આવ્યા હતા વધુમાં પંચાયત લેવલના કામો માટે પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા બધા ગ્રામજનોને માર્ગદર્શન માટે નિરવભાઈ ચાવડા નવજીભાઇ પન્નાબેન મિહિરભાઈ તાલુકાના આધાર સુપરવાઇઝર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891