ખેડબ્રહ્મા નગરની જ્યોતિ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
સંત શ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ખાતે પ્રાથમિક વિભાગમાં સી. એ અંતૅગત પ્રવૃત્તિમાં “ગુરુપૂર્ણિમા” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તથા પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી અશ્વિન ભાઈ, ભારત સિહ, મિતુલ ભાઈ,અશોકભાઈ, અચૅનાબેન, ગાયત્રી બેન, રિંકલ બેન, શાલીનીબેન, આરતી બેન તથા સમગ્ર સ્ટાફ મિત્રોનું બાળકો દ્વારા કંકુ તિલક તથા ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું અને દરેક વિધ્યાર્થીઓએ ગુરુજીઓના આશીર્વાદ લીધાં હતાં. તેમજ સુરેશ ભાઈ સાહેબે ગરુ-શિષ્યના સંબંધોની મહત્તા અને મહત્વ સમજાવ્યું હતું. ગુરુ હી બ્રહ્મા બના સકતે હૈ, ઘટ મેં જ્યોત જગા સકતે હૈ, ગુરુ કરે ભવ પાર, તું જપલે નામ હરી. અને અંતમાં સૌ બાળકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આભાર વિધિ ભરતસિંહ ચૌહાણ સાહેબે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેન ગોસ્વામી એ કર્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891