Thursday, December 26, 2024

લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા થરાદના ઈઢાટા ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા થરાદના ઈઢાટા ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

નાથુજીનગર પ્રાથમિક શાળાના બાળકો ને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.

 

પ્રતિનિધિ : થરાદ

 

લાયન્સ કલબ એ ઇન્ટરનેશનલ સંસ્થા છે જેના દ્વારા વિશ્વના કેટલાય દેશોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા ગતરોજ લાયન્સ કલબના મેમ્બર હેતલબેન પંચાલ ના જન્મ દિવસે થરાદના ઈઢાટા ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થરાદ ફોરેસ્ટ વિભાગમાંથી આર.એફ.ઓ સેજલબેન ચૌધરી, ગંગાબેન માળી હાજર રહ્યા હતા

તેમજ લાયન્સ કલબ માંથી લાયન્સ કલબઓફ થરાદ સીટીના પ્રમુખ વશરામભાઈ પટેલ, હેતલભાઈ સોની, પ્રવિણસિંહ ચૌહાણ,હેતલબેન પંચાલ,દિનેશભાઈ સુથાર, રાજેશભાઈ જોષી(નાનોલ), યશપાલસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ અભેરામભાઈ રાજગોર , મોહનભાઈ રાજગોર સહિત ગામ લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે વૃક્ષા રોપણ બાદ ડેલની નાથુજી નગર પ્રાથમિક શાળામાં બાળકોને નાસ્તાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પણ શાળાના આચાર્ય ભાવેશભાઈ પટેલ એ લાયન્સ ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ કાર્યક્રમ ના પ્રોજેકટ ડાયરેક્ટર હેતલબેન પંચાલ હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores