સરહદી સાહિત્ય સભા ની કારોબારી બેઠક થરાદ ખાતે યોજાઈ
સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ એ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના કવિઓ ને અને સાહિત્ય પ્રેમીઓ નું ટ્રસ્ટ છે આ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલન, વ્યાખ્યાન માળા જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ સરહદી વિસ્તારના કવિઓ ને સ્ટેજ મળે તે હેતુ થકી તેઓને પણ સાથ સહકાર આપવામાં આવે છે આ સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટની બેઠક હોટલ ડેઝર્ટ ઇન માં ગતરોજ યોજાઈ હતી.આ સંગઠન દ્વારા આગામી દિવસોમાં એટલે કે 15 મી ઓગસ્ટના રોજ કવિ સંમેલન પણ યોજાનાર છે આ બેઠકમાં સરહદી સાહિત્ય સભા ના પ્રમુખ એસ.આર બેન્કર, તગજીભાઈ બારોટ, ડૉ શરદભાઈ ત્રિવેદી, પરબતકુમાર નાયી,અશોકભાઈ દવે,શિવમ વાવેચી,રમેશભાઈ ખત્રી, રાજેશભાઈ જોષી (નાનોલ) સહિત કારોબારી ના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર ,,હમીરભાઇ રાજપુત થરાદ,,