વડાલી તાલુકાના થુરાવાસ ગામમાં વીજળી પડતા એક ખેત મજૂરનું મોત થયું અને બીજાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
વડાલીના થુરાવાસ માં ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઉભેલા ખેત મજૂર પર વિજળી પડતાં એકનું મોત થયુ અને બીજા મજુરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ વડાલી તાલુકાના થુરાવાસ ગામના પટેલ વિજય માધાભાઈ ના ખેતરોમાં ભાગમાં રહેલા ભાગીયા સોમવારે બપોરે વરસાદ ચાલુ હોવાથી લીમડાના ઝાડ નીચે ચારથી પાંચ મજૂરો લીમડાના ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન વીજળી પડતા વીજળીના ધડાકાથી બીજા મજુરો ખેતર માં દુર ફેંકાયા હતા અને બે મજુર પર વિજળી પડતાં 14 વર્ષીય ડાભી કીરણભાઈ હદાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં વડાલીની આધ્યા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને પોશીના તાલુકાના સાલેરા ના 21 વર્ષીય કિરણ ભાઈ રાઈસાભાઈ નું મોત થયું હતું જેમને પીએમ અર્થે વડાલી સિવિલમાં ખસેડાયા હતા ત્યારબાદ વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 