>
Sunday, July 6, 2025

સાબરકાંઠામાં હરસોલ ગામે નરોત્તમ લાલભાઈ સંસ્થા દ્વારા કિસાન ગૌષ્ઠી કાર્યક્રમ હાથ ધરાયો

સાબરકાંઠામાં હરસોલ ગામે નરોત્તમ લાલભાઈ સંસ્થા દ્વારા કિસાન ગૌષ્ઠી કાર્યક્રમ હાથ ધરાયો

 

નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાઈને ખેતી વિષયક બદલાવ લાવવાના ઉદ્દેશ્યથી હરસોલ ગામે કિસાન ગૌષ્ઠી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો

 

જેમાં કાર્યક્રમમાં તલોદ તાલુકાના ગામોમાં પ્રાકૃતિક ખેતીની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતીનો વ્યાપ વધે તે ઉદેશ્ય સાથે હરસોલ ગામે નરોત્તમ લાલભાઈ રુલર ડે ફંડ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કિસાન ગૌષ્ઠી કાર્યક્રમનું આયોજન હાથ ધરાયુ

 

પ્રસ્તુત કિસાન ગૌષ્ઠી કાર્યક્રમમાં કપાસ સંશોધન કેન્દ્રના વડાશ્રી જે.એમ પટેલ સાહેબ દ્વારા કપાસ ખેતીમાં રોગ જીવાત નિયત્રણ અંગે સમજ ઉભી કરીને તેના ઉકેલ અંગે ખેડૂતો સમજી શકે તેવી સરળ ભાષામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો

ઉપરોક્ત કિસાન ગૌષ્ઠી કાર્યક્રમ કાર્યક્રમમાં આત્મા વિભાગના રૂપસિંહ રાઠોડ દ્વારા પ્રાકૃતિક ખેતી વ્યાપ વધે તે દિશામાં માર્ગદર્શન આપવમાં હેતુથી ગાય આધારિત ખેતી અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવાની સાથે સાથે આત્મા વિભાગની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી

 

પ્રસ્તુત કિસાન ગૌષ્ઠી કાર્યક્રમમાં ખેતી વિષયક માર્ગદર્શનની સાથે સાથે પશુપાલન માવજત અને સાર સંભાળ વિષયક માર્ગદર્શન આપવાનો નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આધુનિક ખેતીમાં બદલાવ લાવી ઓર્ગેનિક ખેતીને અપનાવવા અંગે સમજ આપવામાં આવી હતી

 

પ્રસ્તુત કાર્યક્રમમાં તલોદ તાલુકાના હરસોલ આજુબાજુના દસ ગામોના 120 જેટલા ખેડૂતો સહભાગી થઈને ખેતી વિષયક માર્ગદર્શન મેળવવામાં સફળ થયા હતા.

 

કાર્યક્રમને સફળ બનાવવા ખેતી વિષયક માર્ગદર્શન તરીકે કપાસ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકશ્રી જે એમ પટેલ સાહેબ ,આત્મા વિભાગ માંથી રૂપસિંહ રાઠો ,તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડની ટીમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores