પ્રાંત કચેરી ઉના: સ્પર્ધાત્મક પરીક્ષા ના વિદ્યાર્થીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆતો કરી
રાજ્યમાં ફોરેસ્ટની ભરતીમાં પણ છબરડાંનો આક્ષેપ, CBRT પદ્ધતિ નાબુદ કરવા ઉમેદવારોની માંગ
છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજાતી પરીક્ષા-ભરતીઓ છબરડાં અને કૌભાંડોના કારણે હંમેશા ચર્ચા રહે છે. એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટે યોજાતી પરીક્ષાઓ કોઇને કોઇ વિવાદના લીધે વિવાદમાં સપડાઈ જાય છે. તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. હવે તેને લઇને પણ વિવાદ શરૂ થયો છે. આજે ઉના તાલુકામાં ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી. આ ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે માર્ક્સ જાહેર કરવાની પણ માંગ કરી હતી.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ છે. કોઇપણ પ્રકાર વિગતવાર માહિતી નથી. તે ખોટું કહેવાય. તેને બદલે નોર્મલાઇઝેશન મેથડ પહેલાં કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન મેથડ બાદ કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા અને કેટલા ઘટાડવામાં આવ્યા તેની વિગતવાર માહિતી કેટગરી પ્રમાણે પ્રસિદ્ધ કરવામાં આવે.
આવેદન સાથે વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે વિનંતી કરી હતી કે CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે “મહેનતુ વિદ્યાર્થી” બન્યા છે. જેથી દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે.
ફોરેસ્ટ ઉમેદવારોએ કર્યા આક્ષેપ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલીતમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના