>
Saturday, March 14, 2026

મોડાસાની શ્રીમતી વી.વી.શાહ M.sc(CA&IT) કોલેજમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોડાસાની શ્રીમતી વી.વી.શાહ M.sc(CA&IT) કોલેજમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

ધી મ. લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રીમતી વી. વી. શાહ એમ. એસ. સી. (સીએ એન્ડ આઈટી) કોલેજ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય અર્પિતભાઈ એ. જોષી દ્વારા મહેમાનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓને સંસ્થાની તથા કેમ્પસ ની તેમજ અભ્યાસક્રમની માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં મહેમાનશ્રી મંડળના પ્રમુખશ્રી અને કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી નવીનચંદ્ર આર. મોદી, કોલેજના પ્રભારીમંત્રી શ્રી અરવિંદભાઈ જે. મોદી અને બીસીએ કોલેજના આચાર્યશ્રી ર્ડો. જે. એચ. ત્રિવેદી એ ઉપસ્થિત રહી વિધાર્થીઓ ને આર્શીવચન પાઠવ્યા હતા. મહેમાનશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ની કીટ આપવામાં આવી હતી. અને કાર્યક્રમ ના અંતે મહેમાનશ્રીઓ દ્વ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ પ્રા. શ્રી સ્મૃતિબેન પ્રજાપતિ દ્વારા કરવામા આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પ્રા. શ્રી હિમાની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores