Tuesday, March 25, 2025

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન નો તેમણે પ્રારંભ કરાવ્યો છે.

 

સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.

 

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.

 

આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.

 

આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં  રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores