Wednesday, October 23, 2024

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.તેમજ આજ રોજ ઊના તાલુકાના સંજવાપુર પ્રાથમિક શાળા મા વિશ્વ સિંહ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગીર સોમનાથ:-વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.તેમજ આજ રોજ ઊના તાલુકાના સંજવાપુર પ્રાથમિક શાળા મા વિશ્વ સિંહ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

 

વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. તેની સહ-સ્થાપના ડેરેક અને બેવર્લી જોબર્ટે કરી હતી. જેમણે સિંહોની ઘટતી જતી વસ્તી અને તેમના કુદરતી રહેઠાણોમાં તેઓ જે જોખમોનો સામનો કરે છે તેને પ્રકાશિત કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઓળખી હતી. જોબર્ટ્સે નેશનલ જિયોગ્રાફિકના સહયોગથી 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ (BCI) શરૂ કર્યું. 2013માં જોબર્ટ્સે જંગલમાં સિંહની વસ્તીને બચાવવાના ધ્યેય સાથે એક જ બેનર હેઠળ નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ બંનેના પ્રયાસોને એક કર્યા હતા. ત્યારથી 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.તેમજ આજ રોજ સંજવાપુર પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના વિધાથીૅઓ અને તમામ શિક્ષકો દ્વારા લોકો ને સિંહ ના મહત્વ વિષે જાગૃત કર્યો હતા

 

પ્રતિનિધિ ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores