Friday, December 27, 2024

લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી નો પદગ્રહણ સમારોહ યોજાયો.

*લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી નો પદગ્રહણ સમારોહ યોજાયો.*

 

*વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.*

 

 

લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી નો પદગ્રહણ સમારોહ વર્ષ 2024 -25 ના નવીન સુકાની તરીકે પ્રમુખ વશરામભાઈ. કે .પટેલ અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ ડેઝર્ટ ઈન હોટલ ખાતે તારીખ 11 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યે યોજાયો. મંત્રી તરિકે દિનેશભાઈ સુથાર, ખજાનચી દશરથભાઇ સોની અને તમામ ટીમ ની સપથ વિધિ થઇ જે પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પુર્વ સાંસદ બનાસકાંઠા પરબતભાઈ પટેલ, પદગ્રહણ વિધિ અધિકારી જગદીશચંદ્ર આર અગ્રવાલ, દિનેશભાઈ અદાણી , રૂપસીભાઇ કિહોરી ,ડોક્ટર અર્જુનભાઈ ચૌધરી અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષના પ્રમુખ ડોક્ટર પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન 65 જેટલા સેવાકીય પ્રવૃતિના કામ થયા ,ત્યારે નવ નિયુક્ત પ્રમુખ વસરામભાઈ પટેલે જણાવ્યું કે થરાદ શહેર અને થરાદ તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટી દ્વારા ખૂબ જ સુંદર રીતે સેવાના કાર્ય કરવામાં આવશે. તેમાં ઉપસ્થિત સર્વે નગરજનોએ અને આમંત્રિત મહેમાનોએ તેમને સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું. આ સાથે થરાદ ખાતે નવીન તુલસી વન બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો અને વિધાનસભા અધ્યક્ષ ના સૂચન અનુસાર નૂતન વન ,નર્મદા વન બનાવી અને પર્યાવરણને પ્રોત્સાહન આપવાની કામગીરીને વેગ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores