શ્રાવણને લઈ મંદિર ખુલ્લુ મુકાયું: ગીર જંગલમાં બિરાજતા પાતાળેશ્વર મહાદેવનું મંદિર તા 5/8/24 થી શ્રાવણ માસ ના અંત સુધી ખુલ્લુ રહેશે; મહાશિવરાત્રી માં પણ 7 દિવસ દર્શન માટે ખુલ્લુ રહે
ગીરગઢડા નજીક ગીર જંગલની મધ્યમાં બિરાજતા પાતાળેશ્વર યાત્રાધામ વર્ષ દરમિયાન શિવરાત્રીના સાત દિવસ અને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી જ ભાવિકો જેના દર્શનનો લાભ લઈ શકે, તેવું યાત્રાધામ ગીર જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. ગીર જંગલના બહ્મલીન સંત મથુરાદાસ બાપુએ વર્ષો સુધી તપસ્યા કરી પાતાળેશ્વર મહાદેવની જગ્યાને ઉજાગર કરી હતી. ગીર જંગલમાં કુદરતે છુટે હાથે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજતા ભોલેનાથના દર્શન એ એક લ્હાવો છે.ગીરગઢડાથી જામવાળા જતા તરફ બાબરીયામાં આવેલા વનવિભાગની ચેક પોસ્ટથી ગીર જંગલની મધ્યમાં ઘટાટોપ વનરાઈ વચ્ચે 7 કી.મી. દૂર બિરાજે છે. ગત તા.5/8/24 થી આમ 30 દિવસ સુધી શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે વનવિભાગ દ્વારા પાતાળેશ્વર જવા માટે મંજૂરી આપવામાં આવેલી છે.
આ 30 દિવસ દરમિયાન પાતાળેશ્વરના દર્શને આવનાર ભાવિ ભક્તજનો માટે ચા-પાણી તથા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
પ્રતિનિધિ ધર્મેશ ચાવડા ગીર ગઢડા







Total Users : 150671
Views Today : 