પોશીના ના માલવાસ ગામે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા જ પોશીના તાલુકાના માલવાસ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કિસાન ગોષ્ઠિમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનુ ખુબ જ ઉંડાણપુર્વકનુ જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત દરેક ખેડૂતમિત્રોને પોતાની ખેતીમાં નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. શ્રીમતી આર.વી.પટેલએ આત્મા પ્રોજેક્ટ વિશે અને ગ્રામ સેવકશ્રી કુલદીપભાઈ તરલ દ્વારા ખેતીવાડીની યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્ર્મમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી શ એમ. ડી.પટેલ, બી ટી એમ પોશીના શ્રી બી.એ.સુતરીયા, એ ટી એમ ખેડબ્રહ્મા શ્રી કે.એચ.પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891