હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ.એસ. મહેતા આર્ટસ એન્ડ એમ. એમ. પટેલ કોમર્સ કૉલેજ અંતર્ગત ‘દેશભક્તિ ગીત સ્પર્ધા’ યોજવામાં આવી.
નિર્ણાયક તરીકે પધારેલ એકટર અને ડાયરેક્ટર શ્રી મહેન્દ્રભાઇ પ્રજાપતિ તેમજ પ્રો. મહેશભાઇ પટેલે સેવા આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ જ્હાન્વી, દ્વિતીય નંબર વણકર દિયા અને તૃતીય નંબરે મૌર્ય સાક્ષી વિજેતા થયા હતા. કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ. આર. એન. જોશીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંચનું સંચાલન ડૉ. રૂપાબેન ભટ્ટ અને ડૉ. નવઘણ વાઘેલાએ કર્યું હતું. અંતે સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આભાર વિધિ ડૉ. હરીશ રાવે કરી હતી. કાર્યક્રમમાં કૉલેજનો સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891