વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રી નો મોબાઇલ નંબર હેક કરીને હેકર્સ એ બિભત્સ ફોટા મુક્યા
વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રી નો મોબાઇલ નંબર હેક કરીને હેકર્સ એ ફોટા મુકતા ખળભરાટ મચી જવા પામ્યો હતો જોકે તાલુકા ભાજપ પ્રમુખે દરેક ગ્રુપમાં મેસેજ મોકલી અને બિભત્સ સંદેશ ડીલીટ કરવા અપીલ કરતા મહામંત્રી નો ફોન હેક કર્યાનું માલુમ પડ્યું હતું
આ અંગે વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહે રવિવારે વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં કરેલી વિનંતી અનુસાર તાલુકા ભાજપ મહામંત્રી જયંતીભાઈ પટેલ નો મોબાઇલ નંબર કોઈ હેકર્સ દ્વારા હેક કરી ને તેમના ગ્રુપમાં બિભત્સ ફોટા મૂક્યા હતા જેને પગલે તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જે અંગે તાલુકા ભાજપ પ્રમુખે વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપના એડમીન ને મેસેજ મોકલીને ફોટા ડીલીટ કરવા માટે અપીલ કરતાં હકીકત માલુમ પડી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998349891