સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ ખાતે મોટનેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજીત લગુરુદ્ર યજ્ઞમાં સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ હાજર રહીને ભગવાન ભોળાનાથ ના દર્શન સહ પાવન આશીર્વાદ મેળવી જનતા જનાર્દનની સુખાકારી તેમજ વિશ્વ જગતની શાંતિ માટે પ્રાર્થના કરી.

મટોડા ગામે જ્યા સાંસદશ્રી ની શિક્ષક તરીકે પ્રથમવાર નિમણૂક થઈ હતી મટોડા ખાતે સાંસદશ્રી ના માનેલા ભાઈશ્રી ચેતનભાઈ અને તમેના પરિવાર દ્ધારા લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે માટે માનતા રાખેલ જે આજ રોજ ગોળ તુલા કરી પૂર્ણ કરી ” ગોળ તુલા” દરમિયાન પ્રાપ્ત થયેલ પ્રેમ, સ્નેહ અને સત્કાર બદલ ચેતનભાઈ દિનેશભાઈ રાવલ ના પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો સાંસદશ્રી એ સહૃદય આભાર વ્યક્ત કર્યો

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ, પોશીના તાલુકા સંગઠન પ્રમુખ રૂમાલભાઈ, વિજયનગર સંગઠન પ્રમુખ મયુરભાઈ, વિજયનગર apmc ચેરમેન પનાભાઈ, ખેડબ્રહ્મા apmc ચેરમેન અમરત ભાઈ, ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ, જીલ્લા સદસ્ય હિતેન્દ્રસિહ તેમજ સોનલબેન, સા.કા. બેન્કના પૂર્વ ચેરમેન જસુભાઈ પટેલ, તાલુકા સદસ્ય શામળભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ, મટોડા ગામના સરપંચ સહિત સહકારી આગેવાનશ્રીઓ તાલુકા જીલ્લા સંગઠનના હોદ્દેદારો અને ખુબ મોટી સંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150664
Views Today : 