ગૌચર પર દબાણ ને લઈ મુખ્યમંત્રી ને ઓનલાઈન કરાઈ ફરિયાદ:- ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે આશરે 1900 વીઘા ગૌચર પર દબાણ હોવાની ચર્ચા
1900 ગૌચર સત્તા ગામ ની ગાયો તેમજ અન્ય પશુઓ ને ચરવા માટે દેવા પડે છે કબ્જેદાર ને પૈસા લોક મુખે બન્યો ચર્ચા નો વિષય
ગીર સોમનાથ જિલ્લાના ના ગીર ગઢડા તાલુકાના ના સનવાવ ગામે સરકારી રેકોર્ડ પર આશરે 1900 વીઘા જેટલું ગૌચર અને આશરે 900 વીઘા જેટલો સરકારી ખરાબો બોલે છે ટોટલ 2800 વીઘા ગાયો ને ચરવા માટે ની જગ્યા છે તેમ સત્તા કબજેદરો દ્વારા ગૌચર અને સરકારી ખરબા પર કબ્જો કરી ગામ ની ગાયો ને ચરવા માટે પૈસા આપી ને કબ્જો કરેલ જગ્યા મા જે સોમસા માં ઘાસ ચારો થાય છે તે ચરવા માટે આપવા મા આવે છે જેને લઇ ગામ ના જાગૃત નાગરિક દ્વારા ગુજરાતરાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ઓનલાઈન વ્હોટસએપ ના મધ્યમ થી ફરિયાદ કરવા માં આવી છે અને આવા લોકો સામે સરકાર ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક ચર્ચા નો વિષય બન્યો છે ગામ ના લોકો પાસે થી વધારે માં જાણવા મળ્યું છે કે આવા કબ્જેદારો ને ગામ ની ગાયો ચરવા માટે પંચાયત ને પણ ફાળો કરી ને પૈસા આપવા પડે છે આ કેટલું યોગ્ય છે? જો આવા લોકો ને પૈસા ના આપે તો ગૌચર પર કરેલ કબ્જા ની જગ્યા પર ગાયો ને ચરવા નથી દેવા મા આવતી અને ત્યાંથી ખદેડી મૂકે છે આવા લોકો સામે કોઈ કાર્યવાહી થાય તો ગૌમાતા ને ઘાસ ચારો મળી રહે હવે જોવાનું રહ્યું કે જે લોકો પૈસા લઈ ગૌચર ની જગ્યા પર થયેલ ઘાસ વેચતા લોકો પર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે કેમ.