જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી*
*કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં દાંતીવાડા ગામ ખાતે રાત્રિસભા યોજાઈ*
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે ૨૮ ઓગસ્ટ ને બુધવારના રોજ દાંતીવાડા તાલુકામાં પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દાંતીવાડા ગામ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો/ રજુઆતો સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નો અંગે કલેકટરશ્રી એ સંબંધિત વિભાગને પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત SDRF મડાણા -3 થી આવેલ ટીમે ડિઝાસ્ટર સંબંધિત રાહત અને બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર /તાલુકા વહીવટીતંત્ર ડિઝાસ્ટર દરમિયાન કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી લોકોને આપી હતી. તેમજ લોકો જાતે પણ ડિઝાસ્ટર દરમિયાન પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તે બાબતે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, મામલતદાર શ્રી માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકાના સંકલન સમિતિના તમામ અધિકારીશ્રી તથા દાંતીવાડા તાલુકા/ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હત
ભુપેન્દ્રભાઈ પરમાર પાલનપુર બનાસકાંઠા