વડાલી શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગે રીડ કરીને 853 કિલો સરકારી અનાજ ની જપ્ત કર્યું
જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વડાલી શહેરમાં ગુરુવારે બપોરે રેડ કરીને 132 કિ.ગ્રા ઘઉં 671 કિ.ગ્રા ચોખા અને 51 કિલો બાજરી જપ્ત કરી
વડાલી શહેરની ધરોઈ રોડ ઉપર આવેલ ખાનગી દુકાનમાંથી જિલ્લા પુરવઠા વિભાગે અચાનક રેડ કરી સરકારી ઘઉં 132 કિ.ગ્રા ચોખા 671 કિ.ગ્રા અને બાજરી 51 કિ.ગ્રા મળી કુલ 853 કિલો 36 હજાર રૂપિયાનો અનાજનો જથ્થો સીઝ કરી પુરવઠા વિભાગે ટેમ્પામાં ભરી સરકારી ગોડાઉનમાં મોકલી આપી અને એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગત અનુસાર ગુરુવારે સાંજના સમયે સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે વડાલી ધરોઈ રોડ પર ખાનગી દુકાનમાં રેડ કરી સરકારી ઘઉં 132 કિ.ગ્રા ચોખા 671 કિ.ગ્રા. અને બાજરી 51 કિ.ગ્રા મળી કુલ 853 કિલો નો 36 હજાર નો કુલ જથ્થો જપ્ત કરી સરકારી ગોડાઉનમાં મોકલી મન્સૂરી સફીભાઈ હાજી મહંમદ સામે કાર્યવાહી હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891