રાવલ ડેમ 100% ભરાતા ચાર દરવાજા
ખોલાયા: ગીરના ઉપરવાસમાં વરસાદના કારણે ચિખલકુબા નજીક રાવલ ડેમમાં પાણીની આવક વધી, ઉના ગીરગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરાયાં
ગીર જંગલના ઉપરવાસમાં મધ્યમ વરસાદના કારણે ગીરગઢડાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના બે દરવાજા 1.219 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી રાવલ ડેમ હેઠળ નીચાણ વાળા 18 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના સાથે એલર્ટ કરવામાં આવ્યાં છે.ગીરગઢડાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ જળાશયમાં ઉપરવાસમાં ભારે મધ્યમ વરસાદના કારણે પાણીની આવક વધતાં રાવલ ડેમ ડીઝાઇન સ્ટોરેજના 100% એટલે કે આર એલ. 148.855 મીટર, ઉંડાઇ 19.00 મીટર તથા જીવંત જથ્થો 24,0050 એમ.સી.યુ.એમ. આજ રોજ ભરાયેલ હોય, જેથી રાવલ ડેમની સલામતીને ધ્યાને રાખી રૂલ લેવલ જાળવવા જરૂર સુચનાથી રાવલ ડેમના દરવાજા ખોલવાની પરીસ્થીતી ઉપસ્થીત ઊભી થઈ હતી. જેથી સામી સાંજના સમયે રાવલ ડેમના 4 દરવાજા 1.219 મીટર ખોલવામાં આવેલ છે. જેનો પ્રતી સેકન્ડ પ્રવાહ 18648 ક્યુસેક્સ છે. જેથી રાવલ જળાશયના નીચાણ વાળા વિસ્તારમા આવતાં
ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા (હાઇ એલર્ટ) સંપુર્ણ સતર્ક રહેવાં સેક્શન ઓફીસર રાવલ ડેમ સાઈટ દ્રારા એલર્ટ કરવામાં આવ્યાં છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના