વડાલી ના કુબાધરોલ મોરડ તરફ જવાના રસ્તા વચ્ચે કોઝ વે પર વહેતા પાણીમાં બાઇક તણાતા એકનું કરુણ મોત થયું
વડાલીના કુબાધરોલ ગામના બે યુવાનો બાઇક લઈને મોરડ જવાના કોઝવે પરથી પસાર શુક્રવાર સાંજે 7 વાગે પાણીમાં બે યુવકો તણાયા હતા. જેમાં એક બચાવ થયો હતો. જ્યારે એક યુવક બાઇક સાથે પાણીમાં તણાઈ જતાં મૃત્યુ થયું હતું ઘટના સ્થળે વડાલી અને ઈડર ની ફાયર બ્રિગેડ ટીમે પહોચી શોધખોળ કરતાં બાઇક મૃતદેહ ન મળતાં શનિવાર સવારે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પહોચી ઈડર વડાલી અને હીમતનગર ટીમે 18 કલાકની શોધખોળ બાદ લાશ મળી આવતા વડાલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે વડાલી સિવિલમાં ખસેડ્યો હતા
સૂત્રોથી મળતી માહિતી મુજબ વડાલીમાં 4 કલાકમાં અઢી ઈંચ વધુ વરસાદ વરસ્યો હતો. જેને લઈને નદી નાળામાં પાણી વહેવા લાગ્યા હતા. દરમિયાન શુક્રવારે રાત્રે 7 વાગ્યાના આસપાસમાં કુબાધરોલ ગામના બે યુવકો જીજે. 09.ડીએચ.7306 નંબર બાઇક લઈને વડાલીથી કુબાધરોલ થઇને મોરડ જવાના માર્ગ પર આવેલા કોઝવે પરથી પસાર થતાં કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને બાઇક પર સવાર પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં દીપકભાઈ ખેમાભાઈ વણકર બહાર નીકળી જતાં બચી ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકો અને પોલીસ વિભાગને જાણ કરાઇ હતી. જેને લઈને રાત્રે જ વડાલી પોલીસે ઇડર નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ ઇડરની ફાયર ટીમે રાત્રે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તણાઈ ગયેલા નટવરભાઈ સરદારભાઈ ઠાકોર ( ઉં.વ.43)નો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે શનિવારે સવારે હિંમતનગર ફાયર વિભાગની ટીમ બોટ સાથે સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ શરૂ કરતાં શનિવારે બપોરે 2.45 કલાકે કોઝવે થી થોડાક દુર મૃતદેહ મળી આવ્યો હતી ત્યારે વડાલી પોલીસે લાશને પીએમ અર્થે વડાલી સિવિલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી
જે બાબતે વડાલી પી આઇ પી.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર રાત્રિએ વડાલીથી કુબાધરોલ જવાના કુબા ધરોલના બે જણા બાઇક સાથે તણાયા હતા. જેમાં ઠાકોર નટવરભાઈ નુ મૃત્યુ થયુ છે વણકર દિપકભાઇ નો બચી ગયા છે
જે અગે હિંમતનગર ફાયર વિભાગના લીડ ફાયરમેન મયંક પટેલે જણાવ્યું હતું કે શનીવારે સવારે હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બોટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. કોઝ વે નજીકથી બાઇક મળી મળી હતી 7 કલાક ની શોધખોળ બાદ બપોરે તણાઈ ગયેલા યુવકની લાશ મળી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891