પાટણ જિલ્લા ના સાણોદરડા પ્રાથમિક શાળા ના 2 વિદ્યાર્થીઓએ સી. આર.સી. કક્ષામાં પ્રથમ નંબર લાવી સાણોદરડા પ્રાથમિક શાળા ની પ્રતિષ્ઠા વધારી..
સાણોદરડા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકાબેન ઝંખનાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સી.આર.સી કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ 4 માં ગણિત મોડેલમાં પ્રથમ નંબર તેમજ વિભાગ 5 માં બીજો નંબર મેળવી તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પ્રમાણપત્ર અને સિલ્ક એવોડ મેળવ્યો જેમાં બી આર સી સાહેબ , લાઇઝન અધિકારી , DPEO સાહેબતેમજ સરસ્વતી તાલુકાના ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો .
વિજ્ઞાન મેળામાં ગણિત મોડેલમાં તૃતીય નંબર મેળવી સાણોદરડા શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકાબેન ઝંખનાબેન તેમજ વિદ્યાર્થીઓ મેમણ અલ્સિફાબાનું હારુંન ભાઈ તેમજ મોમીન મોહંમદભાઈ સફિક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ગણિત વિજ્ઞાન વિષયમાં હજુ પણ ખૂબ પ્રગતિ કરે તેવા ગ્રામજનો અને શાળાના તમામ સ્ટાફ અને ઇમરાન મેમણ (પત્રકાર) એ આશીર્વાદ આપી સુભેક્ષા ઓ પાઠવી.
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ