અંતે તાલુકા પંચાયત ના કર્મચારી નું માફિનામુ..
ઉના તાલુકાના પંચાયત ના કર્મચારી દ્વારા રસિક ચાવડા અને ભરત શીંગડ માફી માંગી..
બે દિવસ પહેલા ઉનાની તાલુકા પંચાયતમાં મોટા ડેસર ગ્રામ પંચાયત ના સરપંચ પ્રતિનિધિ ભરત ભાઈ શિંગડ અને પત્રકાર તંત્રી રસિકભાઈ ચાવડા દ્વારા તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. એક અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ અન્વયે તાલુકા પંચાયતમાં જરૂરી ફી ભરી માહિતી માંગી હત. આ માહિતીના પૈસા ભરવા અરજદાર પોતે ના આવી શકતા તેમને રસિક ચાવડા ને માહિતી ના પૈસા ભરવા અરજદાર દ્વારા જણાવેલ તે અન્વયે રસિકભાઈ ચાવડા ત્યાં બાંધકામ શાખા પૈસા ભરવા ગયા હતા ત્યાં સરપંચ પ્રતિનિધિ ભરત ભાઈ શિંગડ પણ હાજર હતા. બાંધકામ શાખા અધિકારી પરમાર ભાઈ ને રસિકભાઈ ચાવડા સાથે વાતચિત ચાલતી હતી.ત્યાં આઉસોર્સિંગ કર્મચારી દ્વારા ઉશ્કેરાય ને ભરત શિંગડ અને રસિક ચાવડા સામે મોટા આવજે બોલવા લાગીયો.અને બંને પ્રજા ના પ્રતિનિધિ નું અપમાન કરવા આવ્યું. કારણ કે જે માહિતી માંગવા આવેલ હતી તે આ મોન્ટુ નામ ના આઉસોર્સિંગ કર્મચારી ના ટેબલ ને લગત હોય તેમણે ખાર રાખી અને ઉદ્ધત વર્તન કર્યું હતું. સાથે સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ સિંગડ પણ સાથે હોય તેમની સાથે પણ ઉદ્ધવત વર્તન કરી તેમનું અપમાન કર્યું હતું. આ રીતે બંને જવાબદાર લોક પ્રતિનિધિનું આઉટસિંગ કર્મચારી દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું.
અંતે તાલુકા પંચાયત ના બાંધકામ શાખા ના આઉસોર્સિંગ કર્મચારી મોન્ટુ ગુર્જર એ એમની ભૂલ સમજાતા તેમણે લેખિત માં ભરત ભાઈ શિંગડ અને રસિક ચાવડા ની માફી માંગી હતી એને તેને કરેલ ભૂલ સ્વીકારી હતી.
રિપોર્ટર:ધર્મેશ ચાવડા ઉના