” શક્તિ રુપેણ સંસ્થિતા ” થીમ સાથે સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે નવલી નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ

સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણા મધ્યે આજરોજ નવલી નવરાત્રીના પાવન પાંચમાં નોરતે “શક્તિ રુપેણ સંસ્થિતા” થીમ સાથે કન્યા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્યને ઉજાગર કરવા માટે ખૂબ જ આનંદ તેમજ ઉલ્લાસભેર માં શક્તિની આરાધના કરવામા આવેલ હતી. જેમા શાળાના આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો તેમજ વિધાર્થીઓ દ્વારા સર્વ પ્રથમ માં શારદે તેમજ માં ભારતીની આરતી કરી માં શક્તિની ગરબા રુપે સાધના, આરાધના તેમજ ઉપાસના કરવામાં આવેલ હતી. જેમા સૌ વિધાર્થીઓએ હર્ષોલ્લાસભેર ભાગ લીધેલ હતો.
નવરાત્રીની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દેશી ઢોલના તાલે ઝૂમ્યા હતા. નવરાત્રી ઉજવણીના અંતે પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિધાર્થીનીઓ સોઢા રિયાબા શંભુસિંહ, આહિર દિવ્યા રમેશભાઈ, પટેલ જાનવી દિનેશભાઈ અને ભાઇઓમાં નઝાર શંકર જશાભાઇ, ભાનુશાલી પૃથ્વી નવીનભાઈ તેમજ મહેશ્વરી મહેશ પ્રેમજીભાઈ ને આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ અને વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આચાર્ય સાહેબ શ્રી દ્વારા પાંચ અન્ય વિધાર્થીઓને આશ્વાસન રૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ હતા. આ કાયૅક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબની પ્રેરણાથી સૌ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવેલ હતી, એવુ શિક્ષક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150664
Views Today : 