ગુજરાતમાં એક થી વધારે વખત મંત્રી પદે રહેલા પૂર્વ સ્પીકર રમણલાલ વોરા એ ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યા
રમણલાલ વોરાએ ગાંધીનગરના પાલેજ માં 4.23 એકર ખેતીની જમીન ખરીદી પણ દસ્તાવેજમાં ” વોરા” અટકનો ક્યાંય ઉલ્લેખ જ નહીં
એક તરફ ભ્રષ્ટાચારની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યા છે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એક થી વધારે વખતે મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરી ખેડૂત બન્યા છે
રમણ વોરા ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયા છે આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ મહામંત્રી રત્નાકર ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે સાથે સાથે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકારી તંત્ર પગલાં નહીં ભરે તો ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવવામાં આવશે
*એક ભારત ન્યુઝ સાબરકાંઠા*







Total Users : 155092
Views Today : 