*અમરેલી ના સાવર કુંડલા મુકામે શ્રી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સાવર કુંડલા આયોજિત 29 મોં શ્રીબાઈ તિથિ ઉત્સવ એન્ડ વિદ્યાર્થી સન્માન સમાંરોહ યોજાયો*..
સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ સાવર કુંડલા દ્વારા સેલાં 28 વર્ષથી શ્રીબાઇ માતાજી ની તિથિ ની ભવ્ય ઉજવણી કરવામા આવે છે ત્યારે આવર્ષે પણ
ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું….. સાવરકુંડલા મુકામે શ્રીબાઇ તિથિ ઉત્સવને લઈને ભવ્ય થી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવીહતી ત્યારે પ્રજાપતિ સમાજના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયાહતા ત્યારબાદ
સંતો મહંતો અને પ્રજાપતિ સમાજ ના દાતાઓ અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારભ કર્યો હતો જેમાં નાગધ્રાથી ગોરાબાપુ તેમજ પ્રજાપતિ સમાજના દાતાશ્રીવો તેમજ સાવરકુંડલા ખાંભા ધારી બાબરા તેમજ અમરેલી જિલ્લા માંથી પ્રજાપતી સમાજના હરિભક્તો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી… ત્યારે પ્રજાપતિ સમાજના જ્ઞાતિ ગૌરવઅને સંતોમહંતો અને દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સાવર કુંડલાના પ્રજાપતિ સમાજના ધોરણ એક થી 12 સુધીના 125 જેટલાં તેજસ્વી તારલાવોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
ત્યાર બાદ રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર સાગર પ્રજાપતિ લોક ગાઈકા હેતલબેન આબલિયા સહિતના કલાકારોએ ભજન ની રમઝટ બોલાવી હતી ત્યારે પ્રજાપતિ સમાજના ભજન પ્રેમીએ ભજન ની મોજ લૂંટી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા સાવર કુંડલાના પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજયભાઈ ધોળકિયા સહીતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી…
રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા. મોં 8469873013