Wednesday, October 23, 2024

એક દિવાળી માનવાતની. ઉના , ધોકડવા , ગીરગઢડા વિસ્તારમાં ગરીબ પરિવારોને કપડા, ચકલી ઘર સહીત ચિજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું…

એક દિવાળી માનવાતની. ઉના , ધોકડવા , ગીરગઢડા વિસ્તારમાં ગરીબ પરિવારોને કપડા, ચકલી ઘર સહીત ચિજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું…

 

 

દિવાળી જેવાં પવિત્ર તહેવારમાં દરેક ધર માં ખુશી નો માહોલ છવાઇ ગરીબ થી માંડી ને મધ્યમ અમીર માણસ પોતાના સંતાનોને પરીવાર ને નવાં કપડાં અને ચીજ વસ્તુઓ બજારમાં થી ખરીદી કરી ખુશીઓ લાડ પ્રેમ થી રાખીને તહેવાર મનાવતાં હોય છે આટલાં મોટાં આપણાં દેશમાં ધણાં એવાં પરીવાર પણ છે કે પોતે મહેનત મંજુરી કરીને માંડ માંડ પોતાનું ધર નું ગુજરાણ ચલાવતાં હોય આજ નાં મોંધવારી નાં સમયે નીતનવી ફેશનેબલ વસ્ત્રો ની દુનિયા માં ગરબી નાં કારણે આવાં વસ્ત્ર ગરીબ શ્રમિક મધ્યમ વર્ગના લોકો ખરીદી નથી સકતા ત્યારે તહેવારો માં નિરાશ થઇ જતાં હોય છે આવાં સમયે ઉના, ગીરગઢડા, ધોકડવા જેવાં મુખ્ય મંથક માં એક દિવાળી માનવાતની તેવા હેતુસર મિત્ર મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી અનોખી પહેલ કરવામાં આવેલ તેમાં ગરીબ પરીવારોને કપડા સહીતની ચિજવસ્તુઓનું વિતરણ કરી સેવાનું કાર્ય હાથ ધરવામાં આવતાં ગરીબો નાં ધરો માં પણ ખુશી ની જ્યોત ઝબૂકે છે શહેરમાં દિવાળીનો પર્વ નિમીતે મધ્યમ અને ગરીબ પરીવારો જે કપડાની ખરીદી કરી શક્તા ન હોય તેવા પરીવાર માટે ઉના ત્રિકોણ બાગ ખાતે રાવણા વાડીમાં મંડપ નાખી સેન્ટ ઉભુ કરવામાં આવ્યુ છે.તેવીજ રીતે ગીરગઢડા, ધોકડવા જેવાં મુખ્ય મંથક ઉપર સ્ટોલ ઉભા કર્યા છે જેમાં ગરીબ પરીવારો સારા કપડાં પહેરે અને દિવાળી સારી રીતે ઉજવે તેવા લક્ષ્યથી મિત્રો મંડળના સેવાભાવી યુવાનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે

. આ સેવાના કાર્યમાં કોઈપણ ફાળો લેવામાં આવતો નથી. ઉના શહેરમાં બે દિવસ કપડા વિતરણ કાર્યક્રમ રાખેલ છે. તા.21 ગીરગઢડા અને ધોકડવા તેમજ તા.23 ના રોજ વેરાવળ ખાતે આ સેવા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ એક દિવાળી માનવતાની મિત્ર મંડળનું આ કાર્ય ને સૌ કોઇએ સેવાકિય પ્રવૃત્તિઓ ને બિરદાવી સહયોગ આપી રહ્યા છે સેવાના કાર્યમાં જોડાયેલા ગ્રુપ ના સભ્યોએ જણાવેલ કે ગરીબો અને અમીરો વચ્ચેનું જે અંતર છે તેને દૂર કરવાના હેતુથી એક માનવતા ગ્રૃપ દ્રારા નિ:શુલ્ક કપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ગરીબ પરીવારોના દિકરા, દિકરીઓ, બાળકો, એક સમાન દિવાળી મનાવે સારા નવા કપડા પહેરી ખુશીથી દિવાળીની ઉજવણી કરી શકે તેવા હેતુથી ગરીબોને કપડા વિતરણ કરી ગરીબોના ચેહરા પર ખુશી જોવા માંગીએ છીએ. જેમાં તમામ સેવાભાવી લોકો તેમજ રાજકીય, અગ્રણી ,પત્રકારો , સામાજિક સંસ્થાઓ સહીત લોકોનો સાથ સહકારથી આ કાર્ય કરવામાં આવે છે. કપડા વિતરણ સહીત પર્યાવરણ બચાવો અભિયાન સ્વચ્છતા એ પ્રભુતા પંચ તત્વોને બચાવવાનું કામ ચકલી ધર આપીને ગરીબ પરિવારોના ઉત્થાનની કામગીરી હાથ ધરવામાં આવે છે એક દિવાળી માનવતા ગ્રૃપ બિનરાજકીય રીતે તહેવારો ની ઉજવણીમાં નિ:શુલ્ક કપડાં નું વિતરણ કરીએ છીએ. અને સર્વ સમાજના લોકો દ્રારા પોતાના ઘરે રહેલા નવા, જુના કપડાઓ આપે છે. એ તમામ કપડાઓ ગરીબ પરીવારો અહીથી મનગમતા માપ સાઈજ ના કપડાઓ લઇ જતા હોય છે ત્યારે તેના ચહેરા પર ખુશીની લહેર જોવા મળે છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores