ગ્લોબસ પ્રાઇમરી સ્કૂલ (સીબીએસઈ) મા શરદ પૂર્ણિમા ની સાંજે ગરબા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવ મા ખેડબ્રહ્મા અને વિજયનગર ના ધારાસભ્ય શ્રી ડૉ. તુષાર ભાઈ ચૌધરી સાહેબ, ગ્લોબસ સ્કૂલ ના ટ્રસ્ટી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ , તથા કોંગ્રેસ પાર્ટી અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યા માં શાળા પરિવાર ના વાલીઓ તથા બાળકો ની ઉપસ્થિતિ રહી હતી. શાળા ના આચાર્ય શ્રી કપિલ ભાઈ ત્રિવેદી તથા તેમના સ્ટાફ મિત્રો સાથે રહી આ ગરબા નુ ભવ્ય આયોજન કર્યું હતું. બાળકો, સ્ટાફ મિત્રો તથા વાલી મિત્રો આ સાથે મળી એક તાળી, ત્રણ તાળી તથા ડાકલા જેવા ગરબા મા જોશ ભેર રમ્યા હતા. ડૉ તુષારભાઈ ચૌધરી ના હસ્તે આરતી પૂજા કરી હતી. ખેલૈયાઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવા એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ એ શાળા પરિવાર ને ગરબા ના ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891