પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અનોખી દિવાળી ની ઉજવણી કરાઈ
હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવારે દીવ્યાંગ અને ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 200 જેટલા દિવ્યાંગ અને ગરીબ બાળકો સાથે પોલીસ પરિવારે ફટાકડા ફોડ્યા,ગરબે ઘૂમ્યા અને ભોજન લીઈ અનોખી પ્રી દિવાળીની ઉજવણી કરાઇ હતી.
હિંમતનગરમાં GIDC માં આવેલ મંદ બુદ્ધિ સંસ્થાના બાળકો,મમતા સંસ્થા અને શહેરના કેનાલ પાસેના સ્લમ વિસ્તારના બાળકો સાથે શુક્રવારે રાત્રે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રીદિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દિવ્યાંગ સહિતના તમામ બાળકોને પોલીસ વાહનમાં પરેડ ગ્રાઉન્ડ પર લાવવામાં આવ્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇન્ચાર્જ એસપી સ્મિત ગોહિલ,હેડ ક્વાટર્સ DYSP પાયલ સોમેશ્વર,SOG PI ડી.સી.સાકરિયાની ઉપસ્થિતિમાં તમામ બાળકોને દિવાળી પર્વ વિશેની જાણકારી અને સાવધાણી અંગે સમજ આપીને ફટાકડા અને શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ એસ પી શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં પોલીસ પ્રત્યે અને પોલીસની કામગીરી પ્રત્યે જાણકારી રહે તેમજ બાળકોને સામાન્ય બાળકોની જેમ દિવાળી ઉજવવાનો મોકો મળે બાળકોમાં પોલીસ પ્રત્યેનો ભય ઓછો થાય અને પોલીસ તેમની મિત્ર છે તેવી ભાવના જાગૃત થાય તે હેતુથી આવા કાર્યક્રમનો આયોજન થવું જોઈએ. સૌ ઉપસ્થિતોએ બાળકો સાથે બાળક બનીને ફટાકડા ફોડયા સાથે પોલીસ પરિવાર પણ જોડાયા હતા. આ પ્રસંગે દિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા હતા. ઉજવણી પૂર્ણ કર્યા બાદ તમામે ભોજન લીધું હતું.આમ પોલીસ પરિવાર દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના ગરીબ બાળકો સાથે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી.
આ ઉજવણીમાં હિંમતનગર બી ડિવિઝન PI આર.ટી.ઉદાવત,એ ડિવિઝન PI પી.એમ.ચૌધરી સહિત એલસીબી,એસઓજી અને હેડક્વાર્ટસ પોલીસ કર્મીઓ જોડાયા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 145600
Views Today : 