હિંમતનગર ITI ખાતે તૃતીય કૌશલ દીક્ષાંત સમારોહ જિલ્લા કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે તૃતીય કૌશલ દીક્ષાંત સમારોહ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણે તાલીમાર્થીઓને લક્ષ્ય નિર્ધારિત કરવા, પોતાના સપનાને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરવા જણાવ્યું હતું. આ સાથે પદવી મેળવનાર તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષમાં આવનાર દિવસોમાં ઓન જોબ ટ્રેનિંગ પર ભાર મૂક્યો હતો.
દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ ૨૦ ટ્રેડના ૬૨૦ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, રોજગાર અધિકારીશ્રી, મોન્ટેજ લેબોરેટરી પ્રા. લિ.ના ચેરમેનશ્રી સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા