Sunday, January 5, 2025

જિલ્લાની નવ ગ્રામ પંચાયતોમાં કચરાના કલેક્શન માટે ટ્રેક્ટરને લીલીઝંડી આપી પ્રસ્થાન કારવ્યુ

જિલ્લાની નવ ગ્રામ પંચાયતોમાં કચરાના કલેક્શન માટે ટ્રેક્ટરને લીલીઝંડી આપી પ્રસ્થાન કારવ્યુ

 

 

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં કચરાના કલેક્શન માટે નવ ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.. જિલ્લાની નવ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન અને નાની મોટી રોજ બરોજ સફાઇ માટે આ ટ્રેક્ટર ફારવવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ઇડરના આરસોડીયા,ઇડરના સુરપુર,ઇડરના જુમસર, ઇડરના વેરાબર,ખેડબ્રહ્માના ટેબડી,પ્રાંતિજના કરોલ,પ્રાંતિજના બોરિયા(સી) હિંમતનગરના રૂપાલ અને ખેડબ્રહ્માના ગાડું ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કલેક્શન કરી કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતમાં આ ટ્રેક્ટર ઘરે ઘરે જઈને કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી પ્લાસ્ટિક અને વેસ્ટ મટીરીયલ થકી ગામમાં ગંદકી ન ફેલાય અને કચારાના યોગ્ય નિકાલ થકી વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશનને- પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને સફળ બનાવી શકાય.

આ પ્રસંગે જિલા પંચાયત પ્રમુખ-પ્રતિનિધિશ્રી,આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી અનસુયાબેન ગામેતી, જિલા પંચાયત સદસ્યશ્રી, સ્થાનિક સરપંચશ્રી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ બી પરમાર, તલાટીશ્રી સહિત જિલ્લા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores