શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા દિવાળી ની ઉજવણી સીમા પર તૈનાત જવાનો સાથે
બોર્ડર પર તૈનાત જવાનો માટે તેમજ શહીદ જવાનો ના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા દિવાળી ની ઉજવણી નડાબેટ બોર્ડર પર કરવામાં આવેલ. તેમજ પાલનપુર તાલુકા ના મોટા ગામ ના શહીદ વિર ચમનસિંહ સરદારસિંહ સોલંકી ના પરિવાર નું ૫૧,૦૦૦ ની શોર્ય રાશિ આપી ને સન્માન કરવામાં આવેલ . નડાબેટ ટુરિઝમ ખાતે બી એસ એફ દ્વારા થતી પરેડ મા શહીદ પરિવાર નુ સન્માન કરવામાં આવેલ તેમજ બી. એસ. એફ ના જવાનો સાથે ફટાકડા ફોડી અને મીઠાઇ આપી ને દિવાળી ની ઉજવણી કરવામાં પરેડ મા મુખ્ય અતિથિ તરીકે પધારેલ બનાસકાંઠા એસ.પી અક્ષયરાજ સાહેબ દ્વારા શહીદ વંદના ફાઉન્ડેશન ના કાર્ય ને બિરદાવેલ અંતે ફાઉન્ડેશન દ્વારા એસ પી સાહેબ નું સન્માન કરવામાં આવેલ.રિપોર્ટર – હમીરભાઇ રાજપૂત