Tuesday, January 7, 2025

ડાંગ જિલ્લાની સરહદે સોનગઢ તાલુકાના સીનોદ ગામે ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો પ્રત્યે ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ

*ડાંગ જિલ્લાની સરહદે સોનગઢ તાલુકાના સીનોદ ગામે ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો પ્રત્યે ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ :*

*કલેકટર શ્રી મહેશ પટેલે સ્વયં સિવિલ હોસ્પિટલ ધસી જઈ ઈજાગ્રસ્ત મુસાફરોની જાત મુલાકાત લીધી :*

(સંજય ગાંધી તાપી : તા: ૧૨/૧૧/૨૪ ડાંગ જિલ્લાની સરહદને અડીને આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઓટા ગ્રામ પંચાયતની હદવિસ્તારના સીનોદ ગામે, એક ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો પ્રત્યે, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સંવેદનશીલ અભિગમ અખત્યાર કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે એટલે કે તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ વહેલી સવારે રાત્રે ૩:૩૦ વાગ્યાના સુમારે, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સીનોદ ગામે મહારાષ્ટ્રના ધૂળે થી સુરત તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ પલટી જતા, ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આ અંગે તાપી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા, ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ એક અગત્યનો મેસેજ મળવા પામ્યો હતો. જે અંગે પ્રાથમિક તપાસ કરતા આ ઘટનામા અંદાજે ૧૯ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.

 

ડાંગ જિલ્લા પ્રશાસને આ ઘટનામાં સંવેદનશીલતાપૂર્વક ત્વરિત કાર્યવાહી હાથ ધરી, ૧૦૮-એમ્બ્યુલન્સ સેવા મારફતે નજીકના સુબીર તાલુકા મથકે કાર્યરત CHC ખાતે, અને ત્યાર બાદ આહવાની જનરલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યારે ત્રણ જેટલા ગંભીર અકસ્માતગ્રસ્ત મુસાફરોને સુરત ખાતે પણ મોકલવામા આવ્યા હતા. દરમિયાન એક મહિલાનું મૃત્યુ થવા પામ્યુ હતુ.

 

ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે પણ તુરત જ ઇજાગ્રસ્ત મુસાફરોની જાત મુલાકાત લઈ, સિવિલ સત્તાવાળાઓ પાસેથી પૂરક વિગતો મેળવી, જરૂરી સૂચનાઓ આપી હતી.

 

દરમિયાન સોનગઢ અને સુબિર પોલીસ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અને આહવા સિવિલ સત્તાવાળાઓએ, ઇજાગ્રસ્ત મુસાફરો અને તેમના પરિવારજનોની પડખે રહી, સંવેદનશીલ અભિગમ સાથે સધિયારો પૂરો પાડ્યો હતો. સોનગઢ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores