*મહારાષ્ટ્ર રાજ્યના નોંધાયેલા મતદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે*
–
સંજય ગાંધી તાપી તા.૧૪ :મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આથી, મહારાષ્ટ્ર રાજયના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા મહારાષ્ટ્ર રાજયના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટસ એક્ટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સરકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ / કચેરીઓએ ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પીક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ/શ્રમયોગીઓને તેમના વતનના રાજ્યમાં મતદાન કરવા જવા માટે મતદાનના દિવસે ખાસ સવેતન રજા આપવા શ્રમ અધિકારી ડી.એસ.બલ્યા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.







Total Users : 154761
Views Today : 