ગુજરાત માં આજે દેવ દિવાળી અને શામળાજી નો કારતકી પુનમ નો મેળો ખુબ પ્રખ્યાત છે પ્રાપ્ત વિગતો અનુસાર શામળાજી મંદિરે થી દર્શન કરી પરત ફરી રહેલા પરિવાર ને ઉદયપુર – અમદાવાદ નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડયો હતો.
જેમા કાર હાઈવે પર આવેલા બ્રીજ પર થી ૩૭ ફુટ નીચે ખાબકી.કાર માં સવાર ૪ લોકોના મોત થયા હતા.જેમા બે પુરુષ ,એક મહિલા,અને એક બાળકી નો સમાવેશ થાય છે.અકસ્માત ની ખબર થતાં આજુબાજુના લોકો ટોળેટોળાં અકસ્માત જોવા ઉમટ્યાં હતાં. અકસ્માત ની જાણ થતાં પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હાલ મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટ – સંજય ગાંધી







Total Users : 154240
Views Today : 