*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*સર્વે સમાજના બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તેવા શુભ આશયથી દાતા દ્વારા દાન થરાદના રાહની હાઇસ્કૂલમાં ભામાશાનું બિરુદ મેળવનારા માંગીલાલ ચૌધરીએ રૂપિયા 1,01,11,111નું દાન કર્યુ*
*ભામાશાનું બિરુદ મેળવનારા માંગીલાલ પીથાજી ચૌધરીએ દાન આપ્યું હતું.*
થરાદ તાલુકાની રાહ વિવેકાનંદ ઉતર બુનિયાદી માધ્યમિક સ્કૂલમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ચૌધરી સમાજના અગ્રણી માંગીલાલ માળવીએ રૂપિયા 1,01, 11, 111નું દાન કર્યું હતુ. સર્વ સમાજના બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તેવા શુભ આશયથી કરાયેલા દાનના કાર્યની સરાહના કરવામાં આવી હતી.
થરાદના રાહ નજીક આવેલા અરંટવાના વતની અને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પીથાજી માળવી જે ચૌધરી સમાજના અગ્રણી છે. સાથો સાથ સમાજિક- રાજકીય મોટો મોભો પણ ધરાવે છે. જેમણે સમાજ માટે ઉજમણું અને જ્ઞાતિ-જાતિ છોડીને દરેક સમાજનો બાળક સારૂ શિક્ષણ મેળવી કેળવણીનો કલાકાર, સંસ્કારનું સિંચન, શિક્ષણને વ્હાલ કરનારો દરેક વિદ્યાર્થી ધ્યેયનો ધનુષ ભાંગી શકે તેવા ઉદારભાવથી રાહમાં આવેલી વિવેકાનંદ ઉતર બુનિયાદી માધ્યમિક સ્કૂલમાં રૂપિયા 1,01,11,111 (એક કરોડ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) રૂપિયાનું દાન કર્યું હતુ. જેના પગલે દરેક સમાજના લોકો આ કાર્યને બિરદાવી પંથકના ભામાશાનું બિરૂદ આપી બિરદાવી રહ્યાં છે.