>
Wednesday, July 2, 2025

પ્રાઇવેટ સેક્ટરના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવી

પ્રાઇવેટ સેક્ટરના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવી

 

સંજય ગાંધી તાપી તા.૨૦

ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લાના તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ કરે છે તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટરના કર્મચારી, કારીગરો કે મજુરોના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. હવે પછી કામ પર રાખવાના થતા એવા ઉપરોક્ત તમામ કારીગરો/કર્મચારીઓ અને મજુરોની સંપૂર્ણ વિગત દિન-૭મા સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલદારને આપવાની રહેશે. આ હુકમનો અમલ તા. ૦૮.૦૧.૨૦૨૫ અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores