Wednesday, January 29, 2025

હિંમતનગર માં સાબરડેરીના ટેન્કર બન્યા બેફામ મહાવીરનગર માં ટેન્કરે યુવાન ને અડફેટે લેતાં યુવાન નું મોત.

હિંમતનગર માં સાબરડેરીના ટેન્કર બન્યા બેફામ મહાવીરનગર માં ટેન્કરે યુવાન ને અડફેટે લેતાં યુવાન નું મોત.

 

ગત રાત્રી એ મહાવીરનગર વિસ્તારમાં કિરણ ચાઈનીઝ ફુડ નામની લારી ના ધંધા સાથે સંકળાયેલા વિકાસ નામનો યુવક ઉ.વ ૨૮ લારી બંધ કરી જગદીશ પ્લાજા પાસે આવેલ તેમના ગોડાઉન તરફ જ‌ઈ રહ્યો હતો એ દરમ્યાન સાબરડેરી દુધ ટેન્કર નંબર જીજે-૦૯-એયુ-૮૬૬૪ ના ડ્રાઈવર દારૂ ના નશા માં ગફલતભરી રીતે ટેન્કર હંકારી યુવાન ને અડફેટે લ‌ઈ ગંભીર અકસ્માત સર્જીને ભાગી છુટયો હતો.સ્થળ પર હાજર લોકોએ ટેન્કર ચાલક નો પીછો કર્યો હતો એ દરમિયાન મોતીપુરા બસ સ્ટેન્ડ પાસે ટેન્કર ચાલક ટેન્કર મુકી ને ભાગી છૂટયો હતો. યુવાન ને હિંમતનગર સિવીલ ખાતે લ‌ઈ જતાં હિંમતનગર સિવિલમાં પ્રેક્ટિસ કરતાં ડોક્ટર ઓએ કેસ લેવાની મનાઈ કરતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લ‌ઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.આ જ ધટના જો એક પહેલાં બની હોત તો અનેક લોકો એ જીવ ગુમાવ્યો હોત.આ ઘટના ના CCTV ફુટેજ સામે આવે તો તપાસ વધુ સરળ બની રહેશે.આ દરમિયાન સ્થાનિક લોકો નું કહેવું છે કે સાબરડેરી ના ટેન્કરો રોજે રોજ ફુલ સ્પીડ માંજ અહીં થી પસાર થતા હોય છે ઘણીવાર તો લોકો એ કીધું પણ છે જરા ધીમે ચલાવો પણ આ ટેન્કર ચાલકો દારૂ ના નશામાં ભાન ભૂલ્યા.છેવટે અકસ્માત માં યુવાન નો ભોગ લેવાયો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores