મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનાવવાની ઉતાવળ, 25 નવેમ્બરે યોજી બેઠક.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વલણોને આધારે ભાજપે પોતાના દમ પર 125 બેઠક પર લીડ મેળવી લીધી છે. ભાજપ પોતે એકલું જ બહુમતીના જાદુઈ આંકડા 145 બેઠકોથી માત્ર 20 બેઠકો દૂર છે. જ્યારે સહયોગી પક્ષ એકનાથ શિંદેની શિવસેના 54 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે અજિત પવારનો પક્ષ NCP 40 બેઠક પર આગળ છે. આ પરિણામોથી ભાજપનું નેતૃત્વ ઉત્સાહિત છે.
26મીએ જ શપથ સમારોહનું આયોજન થઇ શકે
રાજ્યમાં ત્રણ દિવસની અંદર જ નવી સરકારનો શપથ સમારોહ યોજાઈ શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે એટલે કે 25 નવેમ્બરે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી 26મી નવેમ્બરે જ શપથ સમારોહનું આયોજન કરવામાં આવી શકે છે.
રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે?
આ સિવાય 25મીએ જ મહાયુતિ ગઠબંધનની સંયુક્ત બેઠક યોજવાનું આયોજન છે. રાજ્યમાં અત્યાર સુધી મહાયુતિ 220થી વધારે બેઠકો પર લીડ ધરાવે છે. આ સાથે જ મુંબઈથી લઈને દિલ્હી સુધીના ભાજપના કાર્યાલયોમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે તેના અંગે પણ અટકળો ચાલુ થઇ ગઈ છે. જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય મહાયુતિ ગઠબંધન સાથે મળીને આ અંગેનો નિર્ણય કરશે. એકનાથ શિંદેએ પણ આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ તેમના પક્ષે ચોક્કસપણે મુખ્યમંત્રી પદનો દાવો કર્યો છે.જનતાએ મહાયુતિ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો
શિવસેનાના નેતા નરેશ મ્હાસકે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતા આજે જોઈ રહી છે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં શું થઈ રહ્યું છે. જનતાએ નક્કી કરી લીધું છે કે એકનાથ શિંદે એકમાત્ર સક્ષમ વ્યક્તિ છે કે, જે બાળાસાહેબ ઠાકરેનો વરસો ધરાવતી શિવસેનાનું નેતૃત્વ કરી શકે છે. લોકોએ પોતાના મતાધિકારથી સંજય રાઉતને જવાબ આપ્યો છે. હું શિવસેનાનો કાર્યકર છું અને હું ઈચ્છું છું કે એકનાથ શિંદે જ રાજ્યના મુખ્યમંત્રી બને.
રિપોર્ટ – સંજય ગાંધી
9998829887






Total Users : 142542
Views Today : 