Sunday, November 24, 2024

ગુજરાત હોમગાર્ડઝ ના કમાન્ડન્ટ જનરલે બનાસ કાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ને અભિનંદન પાઠવ્યા

ગુજરાત હોમગાર્ડઝ ના કમાન્ડન્ટ જનરલે બનાસ કાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ને અભિનંદન પાઠવ્યા

 

 

20 નવેમ્બર ના રોજ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ફરજમાં બનાસકાંઠા હોમગાર્ડઝ ના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ની આગેવાની માં જિલ્લા ના 409 જવાનો અને અધિકારીઓ એ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા બનાસકાંઠા હોમગાર્ડઝ જવાનોની કામગીરી ને મુબઈ પોલીસ અને ગુજરાત હોમગાર્ડઝ ના વડા એ બિરદાવી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2024 પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસ ની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ તા. 16 નવેમ્બર 2024 થી તા. 21 નવેમ્બર 2024 (દિવસ – 06) દરમિયાન બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના 409 હોમગાર્ડઝ ના જવાનો અને અધિકારીઓએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા ગુજરાત હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ એ બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સહિત ચૂંટણી ફરજ માં જોડાયેલ અધિકારીઓ તેમજ હોમગાર્ડઝ જવાનોની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ પ્રસંગે આસુતોષ ડુગરે (પોલીસ કમિશનર થાણે, મહારાષ્ટ્ર), સુહાસ હેમાડે (ડીસીપી ઝોન-3 થાણે, મહારાષ્ટ્ર), વિનય ઘોરપડે (એસીપી ક્રાઈમ બ્રાન્ચ થાણે, મહારાષ્ટ્ર) તેમજ કલ્યાણ અને ડોબીવલી ડીવીઝન ના એસીપી સહિત મહારાષ્ટ્ર પોલીસ ના અધિકારીઓ એ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ તેમજ ગુજરાત હોમગાર્ડઝ (બનાસકાંઠા) ના જવાનોએ બજાવેલ ઉત્કૃષ્ટ ફરજને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અંગે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પણ ખુબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો તેમજ બનાસકાંઠા ના જવાનો એ પણ ખૂબ જ સારી રીતે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી બનાસકાંઠા તેમજ ગુજરાત હોમગાર્ડઝ નું ગૌરવ વધાર્યું છે.

 

જવાનોની ખુબ જ દરકાર લેવામાં આવી

 

બનાસકાંઠા હોમગાર્ડઝ ના જવાનો એ જણાવ્યું હતું કે, જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ બનાસકાંઠા જિલ્લામાં તો દરેક બંદોબસ્ત માં ફરજ ઉપર જનાર જવાનોને અગવડતા ન પડે તે માટે પુરતી તકેદારી રાખે છે પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બંદોબસ્તમાં પણ આપણી નિષ્કામ સેવાની સુગંધ ચોમેર ફેલાવી આવા બાહોશ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ ની પલપલ ની માહિતી તેમજ તેમની ફરજની કોઈ તકલીફ ન પડે તે માટે પુરતી દરકાર લેનાર આપ પ્રથમ છો.

હિંમતસિંહ રાઠોડે જવાનોને અભિનંદન સંદેશ પણ પાઠવ્યો હતો અને કહ્યું હતું કે મને તમારા પર ગર્વ છે..

જય હિન્દ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores