ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં યોગ સ્નેહમિલન અને યોગ સંવાદનું આયોજન થયું
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી હિરેનભાઈ ગોર, નગરપાલિકાના ટી.પી.વિભાગના ચેરમેન શ્રીમતી જાનકી રાવલ, તાલુકા સદસ્ય પ્રકાશભાઈ વૈધ, હિંમત હાઇસ્કુલના બાયોલોજી ટીચર શ્રી પી.જે.મહેતા સાહેબ, તથા કોર્પોરેટર નટુભાઈ ઓઝા, આશિષભાઈ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર શ્રી અજીતભાઈ પટેલ, હાજર રહ્યા.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી ત્યારબાદ ધારાસભ્યશ્રી એ યોગનો પ્રચાર પ્રસાર થાય, સાબરકાંઠા જિલ્લો યોગમય બને એ બાબતે માર્ગદર્શન આપ્યું તેમજ દરેક નાગરિક યોગ કરે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર બને એવું આહવાન કર્યુ. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પાંચ જિલ્લાના ઝોન કોર્ડીનેટર એવા શ્રી અજીતભાઈ પટેલ એ યોગ વિશે સુંદર માર્ગદર્શન આપી પ્રાણાયામ ,આસન કરાવ્યા. લોકો યોગ કરતા થાય યોગનો પ્રચાર પ્રસાર વધે તે બાબતે ચર્ચા કરી.આ કાર્યક્રમને સફળ બનાવનાર સાબરકાંઠા જિલ્લાની યોગ બોર્ડની ટીમ, જિલ્લા કોર્ડીનેટર પટેલ અમીબેન, યોગ કોચ ફાલ્ગુનીબેન, રાજેશભાઈ અને યોગ ટ્રેનરો, યોગ સાધકો, યોગા એક્સપર્ટ, દરેકના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
રિપોર્ટ – સંજય ગાંધી સા.કા
મોબાઈલ – 9998829887