વ્યારા નગર ના પાઠદાન કેન્દ્ર ના બાળકો ને ફીશ એકસ્પો ની મુલાકાત કરાવવામાં આવી.
ડો. હેડગાવર સ્મૃતિ સેવા ટ્રસ્ટ સંચાલિત વ્યારા નગર ના પાઠદાન કેન્દ્ર ના બાળકો ને તા. 24/11/24 ને રવિવાર ના રોજ ફિશરીઝ કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ. ફિસ એક્સ્પો 2024…ની મુલકાતે લઈ ગયા જેમા બાળકોએ અલગ અલગ જાતની માછલીઓ ની માહીતી મેળવી… જેમા 5 થી 8 ધોરણ ના બાળકો અને પાઠદાન કેન્દ્રના બાળકો હતાં.
બાળકોને ફિશરીઝ પ્રદર્શન મેળામાં મુલાકાત માટે લઈ જવામાં અને લાવવામાં “ગંગા સમગ્ર” તાપી પ્રાંત ના શિક્ષણ આયામ અધ્યક્ષ નિમિષાબેન ભાવસાર અને ગંગાવાહિની આયામ અધ્યક્ષ કીર્તિબેન અલમૌલા એમના વિશેષ સહયોગ થકી મુલાકાત સફળ રહી હતી.જેમાં વિદ્યાર્થીઓને ખુબજ મઝા આવી હતી.અને અવનવી માહિતી મેળવી પ્રભાવિત થયાં હતાં.સેન્ટર ઓફ એક્ષેલેન્સ એક્વાકલ્ચર કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ ફિશ એક્સ્પો. ના હેડ શ્રી ડો.સ્મિથ લેંડે સાહેબે સમૃતિભેટ આપી સન્માનીત કર્યા હતાં.
રિપોર્ટ – સંજય ગાંધી
મો.9998829887