ઉત્તર બુનિયાદી વિદ્યાલય કણજોડ ખાતે “મારી શાળા તમાકુ મુક્ત શાળા” કાર્યક્રમ યોજાયો: શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન
–
વાલોડનગરનાં ચાર રસ્તા વિસ્તારમાં ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ ૬-અ ના ભંગ બદલ બદલ કુલ રૂ. ૮૪૦ નો દંડ કરાયો
–
તાપી તા.૨૬ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં કણજોડ ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલય કણજોડ ખાતે “મારી શાળા તમાકુ મુક્ત શાળા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.નરેન્દ્ર ચૌધરી ,તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનીલભાઇ PHC સુપરવાઇઝર ગીરીષભાઇ અને જિલ્લાનો ટોબેકો કન્ટ્રોલ સેલનો સ્ટાફ હાજર રહ્યો.
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપીનાં કર્મચારીશ્રી ભરતકુમાર ગામીત અને જિજ્ઞાસા ચૌધરીએ શાળાના ૧૭૨ જેટલા બાળકોને તમાકુના દુષણ અને તેના વ્યસન અને લત અને આડ અસરો વિશે વિડિયો-પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. અંતે બાળકો શું શિખ્યા તે બાબતે એક વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. શાળાના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
બાળકોને પોતાની શાળા “તમાકુ મુક્ત શાળા” બને તે માટેના પગલા સમજાવ્યા હતા. બાળકો દ્વારા પોતે અને પોતાનનો સમાજ તમાકુના દુષણથી મુક્ત રહે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ફોલ્ડર ફાઇલ ઇનામ તરીકે આપવામાં આવી હતી. આ સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન માટે બોલપેન ભેટ આપવામાં આવી
આ ઉપરાંત વાલોડનગરનાં ચાર રસ્તા વિસ્તારમાં તાલુકા આરોગ્ય કચેરી-વાલોડના ડો.ચિરાગ પટેલ સાહેબના વડપણ હેઠળ “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત તાલુકા ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી જેમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધ ની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫ , કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. તમાકુની બનાવટો વેચતા ૨૩ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી જેમાંથી કલમ-૫ નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા હતા. અને ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ ૬-અ ના ભંગ બદલ બદલ કુલ રૂ. ૮૪૦ નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ – સંજય ગાંધી